પોલિયો નાબૂદી અભિયાનનાં પહેલાં જ દિવસે જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 90%નો લક્ષ્યાંક હાંસલ

ભાવનગર

રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન ચાલનારાં પોલિયો નાબૂદી અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. જેનાં પહેલા જ દિવસે જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 90%નો લક્ષ્યાંક હાંસલ થયો છે.

ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં 1,75,431 બાળકોનાં લક્ષ્યાંક સામે આજે 1,53,213 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. જ્યારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિસ્તારોમાં 1,29,428 બાળકોના લક્ષ્યાંક સામે 1,17,628 બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવક સેવા અને સ્પોર્ટ્સ મંત્રીશ્રી ડો. મનસુખભાઇ માંડવિયા, કેન્દ્ર સરકારનાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં રાજ્યકક્ષાનાં મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા અને ગુજરાતનાં સામાજિક ન્યાય અને અધિકાતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ ભાવનગરનાં પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા પણ આજે જિલ્લામાં વિવિધ સ્થળોએ આ અભિયાનમાં સહભાગી થયા હતાં.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)