પોલીસ તંત્રને સાથે રાખી ઝૂંબેશ શરૂ જેતપુરમાં પાલિકા તંત્રે રખડતાં પશુ પકડવાની કામગીરી હાથ ધરી.

જેતપુર

જેતપુર શહેરમાં તમામ માર્ગો ઉપર રખડતા ઢોરનો અડિંગો જોવા મળતો હતો. શહેરમાં દિનપ્રતિદિન રખડતી ગાયો અને આખલાના પ્રશ્ન શહેરીજનો તોબા પોકારી ઉઠયા છે. થોડા દિવસો પહેલા સમાચારમાં અહેવાલો પ્રસિધ્ધ થતાં પાલિકા તંત્રએ રખડતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી.નધણિયાતા તેમજ માલિકોએ ઈરાદાપૂર્વક છોડી મૂકેલા ઢોરને પકડી પાંજરપોળ હવાલે કર્યા

જેતપુર શહેરમાં તમામ માર્ગો ઉપર રખડતા ઢોરનો અડિંગો જોવા મળતો હતો. અને રસ્તા ઉપર રખડતા ઢોર બેઠા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને પરેશન હતાં. ત્યારે અખબારમાં રખડતા ઢોરનો અહેવાલ દર્શાવ્યા બાદ પાલિકાતંત્ર સફાળું જાગ્યું હતું. અને રસ્તા ઉપર બેઠેલ રખડતા ઢોર અને ગાયો પકડવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરાઈ હતી. સાથે જ રસ્તા ઉપરથી માલિકીના પણ ઢોર તંત્ર દ્વારા પકડવામાં શરૂ કરાયું હતું. ઢોર પકડવાની કામગીરી દરમિયાન કોઈ ઢોર માલિક અડચણ ઉભી કરશે તો તેની સામે પણ ફરજમાં રૂકાવટ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. રખડતા ઢોરતેમજ માલિકીના ઢોરનો જયાં સુધી ત્રાસ રહેશે ત્યાં સુધી ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. તેમજ પકડાયેલા ઢોર ગૌશાળા અને પાંજરાપોળમાં રાખવામાં આવશે. શહેરમાં રખડતાં પશુઓ ઉપર અંકુશ લાવવા મોડે મોડે જાગેલી પાલિકાએ રખડતી ગાયોના પ્રશ્ને લોકોની | અનેક ફરિયાદો ઉઠતાં રખડતાં પશુઓને | પકડવા અભિયાન હાત ધર્યું હતું

અહેવાલ :- કરણ સોલંકી : (જેતપુર)