જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઈ.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ નાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસ૨ની કાર્યવાહી કરવાની સુચના ક૨વામા આવેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા, વાય. પી. હડીયા તથા પો.સ્ટાફના માણસ્સો સતત પ્રયત્નશીલ હોય. દ૨મ્યાન જુનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૦૩૦૨૫૨૫૦૦૯૭ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૨૧(૨), ૧૮૯(૨), ૧૯૧(૨), ૨૬૨, ૨૬3(બી) મુજબ તથા ગુ.૨.નં. ૧૧૨૦૩૦૨૫૨૫૦૦૦૪ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૮૧, ૮૩, ૧૧૬બી તથા બી.એન.એસ. કલમ ૧૧૧(૩), ૧૧૧(૪) મુજબના ગુન્હાના કામે પ્રોહીબીશન તથા પોલીસ ૫૨ હુમલો કરનાર મુખ્ય આરોપી લખન મેરૂભાઇ ચાવડા ૨હે. જુનાગઢ વાળો પોતાની ધ૨પકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય જે દ૨મ્યાન ખાનગીરાહે ક્રાઇમ બ્રાન્ચના પો.કોન્સ. દિવ્યેશકુમા૨ ડાભી તથા દિપકભાઇ ચૌહાણને ચોક્કસ હકિકત મળેલ કે, આરોપી લખન મેરૂભાઇ ચાવડા રબારી રહે. જુનાગઢ વાળાને (૧) સુનીલ લાખા ભારાઈ (૨) અલી ઉર્ફે બબલુ રફીકભાઈ મકરાણી (3) જયેશ ઉર્ફે ઇલુ અશોકભાઇ ગાંગડીયા ૨હે. ત્રણેય જુનાગઢ વાળાઓએ આશરો આપેલ છે અને આ ત્રણેય ઇસમોએ આરોપી લખન ચાવડાને આઈટેન કા૨ ૨જી. નં.જીજે-૧૧- બીએચ-૭૪૨૭ મા૨ફતે રાજસ્થાન રાજ્યના જોધપુર ખાતે હોટલ ડેઝલમાં છુપાવેલ છે. તેવી ચોક્ક્સ બાતમી હકિકત આધારે તાત્કાલીક ૨ાજસ્થાન ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોકલી સ્થાનીક પોલીસની મદદ મેળવી હકીકત વાળી જગ્યાએ જતા ઉપરોક્ત તમામ ઇસમો હાજર મળી આવતા પકડી પાડી હસ્તગત કરી ઉપરોક્ત ગુન્હામાં અટક ક૨વા કાર્યવાહી ક૨વામાં આવેલ છે,
અટક કરેલ આરોપીનું નામ, સરનામુ તથા ગુન્હાઇત ઇતીહાસ:-
(૧) લખન મેરૂભાઇ ચાવડા, ઉવ.૨૪ ધંધો. માલઢોરનો રહે. જુનાગઢ ગીરનાર દરવાજા
કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:-
(૧) આઈટેન કા૨ ૨જી. નં.જીજે-૧૧-બીએચ-૭૪૨
(૨) મોબાઇલ ફોન નંગ-૬
(૩) રોડ રૂ.૨૧,૯૦૦/-
સારી કામગી૨ી ક૨ના૨ અધિકારી/
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ.થી જે.જે.પટેલ તથા પો.સ.ઇ.શ્રી ડી.કે.ઝાલા, શ્રી વાય. પી. હડીયા તથા પો.સ્ટાફના એ.એસ.આઇ. નિકુલ પટેલ તથા પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, જીતેષ મારૂ, પો.કોન્સ. દિપકભાઇ ચૌહાણ, દિવ્યેશકુમાર ડાભી તથા ડ્રા. પો.કોન્સ. વનરાજ ચાવડા વિ. પો.સ્ટાફએ સાથે રહી કામગી૨ી ક૨વામાં આવેલ હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)