પ્રજ્ઞાચક્ષુ ચેરી.ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી નીરૂબેન ભરતભાઈ કાંબલીયા દ્વારા જુનાગઢની સેવાભાવી સંસ્થાઓ ને રૂ.૨,૫૧,૦૦૦/- નું અનુદાન.
જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢ ના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા તથા પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ ના મેને. ટ્રસ્ટી શ્રી મુકેશગીરી એસ મેઘનાથી ના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી નીરૂબેન ભરતભાઈ કાંબલીયા દ્વારા જૂનાગઢ જિલ્લાની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓને સહાયતા આપી છે જેમાં પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ અંધ કન્યા છાત્રાલયને નવુ સાઉન્ડ સિસ્ટમ વસાવવા અર્થે રૂ.૩૦૦૦૦/-તથા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ ને ઘી નો ડબ્બો તથા સર્વોદય બ્લડ બેંકને રૂ.૧૧૦૦૦/- તથા મહિલા આશ્રય સ્થાન ને રૂ.૧૧૦૦૦/- તથા દિવ્યાંગ સેવા સંસ્થાને રૂ.૫૧૦૦/- તથા બાબા મિત્ર મંડળ ને રૂ.૫૧૦૦/- તથા સાંત્વન દિવ્યાંગ દીકરીઓની સંસ્થા માખીયાળા ને રૂ.૫૧૦૦/- તથા આશાદીપ ચેરી. ટ્રસ્ટ ને રૂ.૫૧૦૦/- તથા નમ્રમુનિ મહારાજ સંસ્થાન ને રૂ.૧૧૦૦૦/- તથા ગુંદરણ ગામની આહીર સમાજ ની વાડીમાં રૂ.૧,૦૦,૦૦૦/- તથા ગુંદરણ ગામની અપંગ ગાયો માટેની ગૌશાળા ને રૂ.૧૧૦૦૦/- તથા માલજીંજવા ગામની ગૌશાળા ને રૂ.૧૧૦૦૦/- આમ બાર જેટલી સેવાભાવી સંસ્થાઓને યથાયોગ્ય અનુદાનની વહેંચણી શ્રી નિરૂબેન દ્વારા કરવામાં આવી.
દરેક સેવાભાવી સંસ્થાઓ ના પ્રતિનિધિઓ દ્વારા અનુદાન નો સહર્ષ સ્વીકાર કરી મનસુખભાઈ તથા નિરૂબેન નો આભાર માન્યો હતો.
આ પ્રસંગે મનસુખભાઈ એ જણાવેલ કે, નીરૂબેન કાંબલીયા તરફથી આમ સત્કાર્યો માટે સતત સરવાણી ચાલુ રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે ગાયત્રી પરિવાર ના મેને. ટ્રસ્ટી શ્રી નાગભાઈ વાળા, વિજયાબેન લોઢીયા ત્થા વિનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મુકેશગીરી એસ મેઘનાથી, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જોશી, ચંપકભાઈ જેઠવા અને મનોજભાઈ સાવલિયા એ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)