આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે, જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સિવિલ હોસ્પિટલ, જુનાગઢ ખાતે દર્દીઓ અને કર્મચારીઓ માટે ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં અધ્યક્ષક્ ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ઘમે઼શભાઈ પોશીયા, આકાશભાઈ કટારા, પલ્લવીબેન ઠાકર, મનનભાઈ અભાણી, કલ્પેશભાઈ અજવાણી, યુવા મોરચાના પ્રમુખ વિનસભાઈ હદવાણી, પરાગભાઇ રાઠોડ, અભયભાઈ રીબડીયા, શેલેષભાઈ દવે, ભાવનાબેન વ્યાસ, જયોતીબેન વાછાણી અને યુવા મોરચાના અનેક કાર્યકર્તાઓ.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ માટે પોષણપ્રદ ફળ વિતરણ સાથે જનસેવા અને સામાજિક જવાબદારી પ્રદર્શિત કરવો હતો.
અહેવાલ: નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જુનાગઢ