ગીર સોમનાથ જિલ્લાના રોડ-રસ્તા અને પુલોની સમીક્ષા માટે પ્રવાસે આવેલા પ્રભારી સચિવ શ્રી જેનુ દેવન આજે વિશેષ નોંધપાત્ર રીતે જાંબુર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં અચાનક પહોંચ્યા.
પુલોની મુલાકાત દરમિયાન બાળકોના પ્રાર્થના ગીતથી પ્રભાવિત થઈને તેઓ શાળાની અંદર ગયા અને શિક્ષણની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવી.
સચિવે બાળકોએ શીખેલા મૂળાક્ષરો, અક્ષરો અને ગણિતના પ્રશ્નો લખાવ્યા અને તેનું મૂલ્યાંકન કર્યું. તેમણે બાળકોની શીખવાની ક્ષમતા જોઈને સંતોષ વ્યક્ત કર્યો.
શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શિક્ષકોના પ્રયત્નો અંગે માહિતી મેળવીને તેમણે શાળાની કામગીરીની પ્રસંસા કરી.
સચિવે કહ્યું કે શાળામાં મળતું શિક્ષણ સારી ગુણવત્તાવાળું છે અને શિક્ષકો દ્વારા કરાતી મહેનત પ્રસંસનીય છે. સાથે જ શાળામાં ચાલી રહેલા સિવિલ ડેવલપમેન્ટના કામો ઝડપથી પૂરાં કરવા સૂચના આપી.
આ આશ્ચર્યજનક મુલાકાતમાં શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે સચિવે સીધી વાતચીત કરી અને બાળકોના ભવિષ્ય માટે તેમની નિષ્ઠા અને કામગીરીને વધાવી આપી.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ