પ્રભાસ પાટણ પોલીસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન ચલાવ્યું!

પ્રભાસ પાટણ:
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટાફે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી. આ અવસરે પોલીસ સ્ટેશન તેમજ હોટલ ફન સ્ટાફ સાથે સંયુક્ત રીતે પોલીસ સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કરાયું.

સાથે સાથે ઓફિસ તેમજ આસપાસની જગ્યા સફાઈ કરવામાં આવી હતી અને તમામ સ્ટાફે પર્યાવરણ જતન અને વૃક્ષોની સંરક્ષા માટે સંકલ્પ લીધો.

હોટલ ફન સંચાલન મંડળના જયેશ સોલંકી અને તેમના 15 જેટલા સ્ટાફે પણ આ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીસભર પ્રવૃત્તિમાં સહયોગ આપ્યો હતો.

આ કાર્યક્રમ દ્વારા પ્રભાસ પાટણ પોલીસ દ્વારા પર્યાવરણ પ્રત્યેનું લાગણીઓ અને જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય સાફ હતું.


અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ