પ્રભાસ પાટણ: આજે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણે વિધીવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.
એન.બી. ચૌહાણે ભાવનગર ખાતે BBA સુધીની શૈક્ષણિક કારકિર્દી પ્રાપ્ત કર્યા બાદ વર્ષ 2013માં ગુજરાત પોલીસ દળમાં પોતાની સેવા શરૂ કરી હતી. તેઓએ જૂનાગઢ, વડોદરા ગ્રામ્ય અને ગીર સોમનાથ એસઓજીમાં કામગીરી આપી છે અને અનેક ગુનાઓના ઉકેલ સાથે શાબ્દિક અને પ્રાયોગિક રીતે સિદ્ધ હિત સાબિત કર્યા છે.
તેઓના જૂનાગઢ કાર્યકાળ દરમિયાન એક હત્યાના કેસમાં માત્ર અડધી મિનિટમાં જ આરોપીને હથિયાર સાથે પકડી લેવો જેવી સફળ કામગીરી નોંધાઈ હતી. ચૌહાણ સાહેબને પર્યાવરણ પ્રત્યે પણ ખાસ લગાવ છે અને તેઓ નિયમિત રીતે સાઇકલિંગ દ્વારા પર્યાવરણીય જાગૃતિ ફેલાવતા રહ્યા છે.
આજના દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમણે પોતાની નૈતિક જવાબદારી શરૂ કરી હતી. ત્યારબાદ સ્ટાફ સાથે પરિચય લીધો અને પોલીસ સ્ટેશનની ફાઇલ તપાસ, કાર્ય પદ્ધતિ અને રેકોર્ડ સઘન રીતે સમજી ચાર્જ સંભાળ્યો.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.