મુખ્ય ગ્રુપ કોર્પોરેટર, વાપી દ્વારા સત્યમ સેવા યુવક મંડળ, જૂનાગઢના પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ ટ્રસ્ટી અલ્પેશભાઈ પરમારને તેમના શ્રેષ્ઠ સેવાકીય કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યું. આ સન્માન સમારોહ તારીખ 20/9/2025 ના રોજ વાપી ખાતે પ્રમુખ ગ્રુપના વિરમભાઈ ભાટુ અને તેમના ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે પ્રમુખ ગ્રુપે સત્યમ સેવા યુવક મંડળ અને અંધ કન્યા છાત્રાલયને વિવિધ પ્રકારે સતત સહયોગ આપ્યો છે. જેમ કે – ઉનાળામાં છાશ કેન્દ્ર, સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન, હોસ્પિટલમાં ભોજન સેવા વગેરે. આ સન્માન સમારોહમાં હમીરભાઈ ભાટુ, આશિષભાઈ પટેલ, રિશીભાઈ પરમાર સહિતનાં મહાનુભાવો અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા.
આ અવસરે સત્યમ સેવા યુવક મંડળ તથા અંધ કન્યા છાત્રાલય તરફથી પ્રમુખ ગ્રુપના સદસ્યો અને ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ સન્માન એ સેવાભાવના કાર્યને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ પળ બન્યું.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ