
સાબરકાંઠા પ્રાંતિજના કાટવાડ ચોકડી પાસે સવારે મારબલ ભરેલ ટ્રક અને સિમેન્ટ ટેન્કર ધડાકા ભેર ટકરાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ૨૫ વર્ષીય ટેન્કર ચાલકના બે ટુકડા થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતા. રાજસ્થાનથી અમદાવાદ તરફ જતા ટ્રકમાં મારબલ ભરેલ હતો જેની પાછળ વન્ડર સિમેન્ટનું ટેન્કર ધડાકાભેર અથડાતા ૨૫ વર્ષીય દિલીપભાઈ પ્રહલાદભાઈ (ચોકીદાર) ઠાકોર ટેન્કર ચાલકના શરીરના બે ટુકડા થઈ ગયા હતા.
બંને વાહનોને ક્રેન વડે છુટા પાડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે પહોચાડવામાં આવ્યો હતો. અકસ્માતમાં ટ્રક ચાલક હીરાભાઈ રામજીભાઈ રબારી (રાજસ્થાન, ઉદેપુર) ઘાયલ થતાં તેમને સિવિલ હોસ્પિટલ, હિંમતનગર ખાતે લઇ જવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)