ગીર સોમનાથ
સો વાર કાશી એક વાર પ્રાચી એવા પ્રાચી તીર્થ માં હાલ ચાલી શ્રાવણ માસ (પિતૃ માસ) નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ ધામ મોક્ષ પીપળા ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યા મા યાત્રી ઓનો ઘસારો રહેતો હોય તથા સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે તેમજ પ્રાચી તીર્થ માંથી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતિ નદી પવિત્ર સરસ્વતી ઘાટ છે પ્રાચી તીર્થ પિતૃ તર્પણ માટે પ્રચલિત હોવાથી દૂર દૂર થી યાત્રીઓ પ્રાચી તીર્થ માં આવી પિતૃ ઓ ના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી ઘાટ મા સ્નાન કરવા જતા હોય અને ઘણી વખત યાત્રિકોના ડૂબવાના બનાવ બનતા હોય તેથી સાવચેતીના ભાગરૂપે
મોક્ષ પીપળા સેવા સમિતિ બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી નદી મા બંને સાઇડ મજબૂત દોરડા બાંધવા આવ્યા હતા. સરસ્વતી નદીમાં નાહવાનુ ખૂબ મહત્વ ગણવામાં આવેલ છે ત્યારે કોઈપણ યાત્રિક પગ લપસવા ની ઘટના બને તો યાત્રિક દોરડુ પકડીને બચી શકાય તે માટે બ્રહ્મ સમાજ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.
અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)