◆ પ્રાચી નજીક જીલેશ્રવર મહાદેવ આશ્રમમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પૂર્ણ
◆ પ્રાચી નજીક આવેલ જીલેશ્રવર મહાદેવ આશ્રમમાં ધર્મસંસદ માતાજી ના પ્રયત્નશીલ આયોજન હેઠળ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પૂર્ણ થયો.
◆ આ પવિત્ર યજ્ઞમાં વર્ણિત ભાગવત કથાનું રસપાન કથાકાર પિયુષભાઈ મહેતા (લંડન, UK) ના સ્વમુખે કરવામાં આવ્યું.
◆ આજના પવિત્ર દિવસે સુદામા-કૃષ્ણ ની કથા સંભળાવ્યા બાદ યાદવો અને કૃષ્ણની વાતોને ઉજાગર કરવામાં આવી.
◆ આ અવસર પર કથાકાર પિયુષભાઈ મહેતાએ પરમ પૂજ્ય સ્વ. ભાનુ બા ની સ્મૃતિમાં તેમના સમાજલક્ષી કાર્યો અને સેવાઓનું સન્માન સાથે સ્મરણ કર્યું.
◆ આ ધાર્મિક પ્રસંગે વેરાવળ-પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ રૂ. ૨૧,૦૦૦ નો યોગદાન ભેટ અર્પણ કર્યું.
◆ મહેમાન જીતુભાઈ મોહનભાઈ કુહાડાને પુષ્પગુચ્છ, ફુલહાર અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા.
◆ આ પવિત્ર યજ્ઞમાં સોરઠીયા વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ,
◆ સ્વ. સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટના સેક્રેટરી સોની યોગેશ પ્રભુદાસ ગોહેલ,
◆ તેમજ દરબાર સમાજના રમજુભાઈ ચાવડા, વિજયભાઈ દરબાર સહીત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
◆ આ પવિત્ર પ્રસંગે ધર્મ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાયો.
અહેવાલ: દિપક જોશી, (ગીર સોમનાથ)