ધરમપુર તાલુકા માં તા. 26/03/2015ના રોજ પ્રાથમિક શાળા મોટીઢોલડુંગરીમાં વિદ્યાર્થીઓમાં વ્યવસાય લક્ષી કૌશલ્યનો વિકાસ થાય, મૂલ્યલક્ષી શિક્ષણ કેળવાય અને નફા-ખોટની સમજણ કેળવાય એ હેતુથી વોકેશનલ એજ્યુકેશનના ભાગ રૂપે આનંદમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત ગામના વડીલ શ્રી આદરણીય કીકાભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધાવી કરવામાં આવી હતી. ત્યારબાદ SMC અધ્યક્ષ શ્રી અનિલભાઈ પવારે રિબન કાપી કાર્યક્રમને ઉદ્ઘાટન આપ્યું હતું.
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇને કુલ 30 જાતની વાનગીઓ તૈયાર કરી હતી. બાળકોમાં વિવિધ પ્રકારના કૌશલ્ય અને વ્યવસાયિક સમજણ વિકસાવવા માટે આ મેળો ખૂબ જ ફળદાયી સાબિત થયો હતો. વાનગીઓના વેચાણ દ્વારા વિદ્યાર્થીઓએ નફા-ખોટની સીધી સમજ મેળવી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીગણ, યુવામિત્રો અને વડીલો હાજર રહ્યા હતા. માતા-પિતાએ વિદ્યાર્થીઓની મહેનતને વધાવી અને તેઓના કૌશલ્યની પ્રશંસા કરી. વિધાર્થીઓએ આ મેળામાં પરિશ્રમ અને સજાગતાનો અભૂતપૂર્વ દાખલો પેશ કર્યો હતો.
અહેવાલ: વિશાલ પટેલ, ખેરગામ