ભાવનગર ઝોનના નગરપાલિકા પ્રાદેશિક કમિશનર ધવલ કે. પંડ્યા અને નાયબ કાર્યપાલક ઈજનેર જે.એમ. ગોહેલે વેરાવળ-પાટણ અને તાલાલા નગરપાલિકાઓની મુલાકાત લીધી હતી. તેમણે ચોમાસાની સ્થિતિ વચ્ચે નગરમાં ચાલી રહેલા વિકાસકાર્યો, રોડ રિપેરિંગ, સફાઈ વ્યવસ્થા અને વિવિધ યોજનાઓ હેઠળ ચાલી રહેલા કાર્યોની માહિતી મેળવી હતી.
પ્રમુખત્વ હેઠળ સ્થળ પર GUDC દ્ધારા બને રહેલા રેલવે ઓવરબ્રિજ LC-130 (80 ફૂટ રિંગ રોડ) અને LC-01 (સોમનાથ ટોકીઝ નજીક) સહિત અન્ય ઢાંચાગત સુવિધાઓના નિરીક્ષણો થયા હતા. STP, WTP અને ડમ્પિંગ સાઈટ્સની કાર્યક્ષમતા પણ ચકાસવામાં આવી હતી. WTP પાસે રેન વોટર હાર્વેસ્ટીંગ માટેની વ્યવસ્થા અંગે સૂચના આપવામાં આવી હતી.
તાલાલા નગરપાલિકામાં ટેક્સ ઉઘરાણી, કચરા કલેક્શન, તથા જૂની જર્જરિત ઇમારતો સામે પગલાં અંગે નિર્દેશો આપવામાં આવ્યા હતા. આ સાથે સાથે આંગણવાડીઓ માટે મંજુર થયેલી જમીનો પર બાંધકામ ઝડપથી શરૂ થાય તેવા આદેશો પણ આપવામાં આવ્યા હતા.
વિજીત દરમિયાન અધિકારીઓએ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સ્થળ પર સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું કે, તમામ યોજનાઓ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-सોમનાથ