- પ્રિયંકા ગાંધી લાખણીમાં ૪મે ના રોજ સભા ગજવશે
બનાસકાંઠા :
કોંગ્રેસ સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ગૂજરાત ના દોરા પર..4 મે ના રોજ બનાસકાંઠા ના લાખણી માં પ્રિયંકા ગાંધી ની ચૂંટણી સભા.
બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં વિશાળ જાહેર સભાને સંબોધશે. પ્રિયંકા ગાંધી આજે ૩મે ના રોજ બનાસકાંઠામાં જનસભા સંબોધવાના હતા પરંતુ અતિઆવશ્યક કારણોસર કાર્યક્રમમાં ફેરફાર કરવામા આવ્યો છે તેઓ હવે બનાસકાંઠામાં ૪મેંના રોજ સભાને સંબોધશે.
બનાસકાંઠા જિલ્લા પ્રભારી અને રાજસ્થાનના સિરોહી શિવગંજના પૂર્વ ધારાસભ્ય સંયમ લોઢાએ જણાવ્યું કે દેશના લોકપ્રિય નેતા પ્રિયંકા ગાંધી ૪મેં ના રોજ લાખણી ખાતે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં વિશાળ જાહેર સભા સંબોધશે જેમાં મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા પહોચશે. તેમણે પ્રિયંકા ગાંધીની સભામાં વધુમાં વધુ લોકો પહોંચીને કાર્યક્રમને સફળ બનાવવા માટે પણ અપીલ કરી હતી.
અહેવાલ :- અયુબ પરમાર ( બનાસકાંઠા )