પ્રો(ડૉ) જીવાભાઈ વાળાનું દ્વારકાના ખંભાળિયામાં સન્માન કરાયું.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના વતની વેરાવળ મહિલા કોલેજના પ્રોફેસર,આહીર સમાજ વેરાવળ ગીર સોમનાથના મંત્રી અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિના પૂર્વ સિંડિકેટ સભ્ય, ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રો(ડૉ) જીવાભાઈ વાળાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા,ભાટિયા ખાતે આહીર સમાજની દિકરીઓ માટેની સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણની સ્નાતક અને અનુસ્નાતક કોલેજો શરુ કરાવવાં મહત્વનું યોગદાન આપવા બદલ ખંભાળિયા ખાતે સંસ્થાના પ્રમુખ અને પૂર્વ શિક્ષણમંત્રી ડૉ રણમલભાઇ વારોતરિયા, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ વી એચ કનારા સાહેબ અને સમાજના અગ્રણી ટ્રસ્ટીઓ, પ્રિન્સીપાલશ્રીઓ, પ્રોફેસરો, શિક્ષકો, સમાજના પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, આગેવાનો અને કેળાવણીકારો અને વિશાળ વિદ્યાર્થિની દીકરી દીકરાઓની હાજરીમાં પ્રો (ડૉ) જીવાભાઈ વાળાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું સાથે સાથે પ્રો વાળા સાહેબના ધર્મ પત્ની સ્મિતાબેન વાળા કે જેઓ પણ વેરાવળ ખાતે ઓફિસ સુપ્રિન્ટેડન્ટ તરીકે સેવા આપે છે તેમનુ પણ શાલ ઓઢાડી સન્માન કરવામા આવેલ હતું

અહેવાલ : – દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)