જૂનાગઢ,
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનીsitu સ્થિતી જળવાઈ રહે તે હેતુસર જુનાગઢ એ.ડીવી.પો.સ્ટે પોલીસ દ્વારા સાફ સફાઈ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી નાસતા ફરતા ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પ્રોહીબીશન એક્ટના ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો આરોપી સમીર ઉર્ફે કાલીયો હાસમભાઈ પટણી (ઉ.વ. ૩૦, નિવાસી: ગોધાવાવની પાટી, વાંજાવાડ ખાણ ફળીયા, જુનાગઢ)ને જુનાગઢ એ.ડીવી.પો.સ્ટે પોલીસે ઝડપી લીધો છે.
આ સમગ્ર કાર્યવાહી જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા, જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
પો.ઈન્સ્પેક્ટર આર.કે. પરમારની સુચના મુજબ ગુના નિવારણ સ્કવોડના પો.સબ.ઇન્સ્પેક્ટર વાય.એન. સોલંકી તથા સ્ટાફના સાથીદારો પેટ્રોલિંગમાં હતા ત્યારે પો.કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ગેલાભાઈ ચાવડાને બાતમી મળી હતી કે, છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો આરોપી પોતાના ઘરે આવ્યો છે.
જેથી તાત્કાલિક કાર્યવાહી કરતાં આરોપી સમીર ઉર્ફે કાલીયો હાસમભાઈ પટણીને પકડી લેવાયો હતો અને તેને કાયદેસરની કાર્યવાહી માટે હિરાસતમાં લેવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં પો.સબ.ઇન્સ્પેક્ટર વાય.એન. સોલંકી તથા સ્ટાફના કડક મહેનતની પ્રશંસા કરવામાં આવી રહી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ