આજરોજ વહેલી સવારે પ્ર.પાટણ પો.સ્ટે.ના સુપાસી ગામે ચોકડી પાસે પુલ આગળ રીયાજ એહમદભાઇ તવાણી,ઉ.વ.૨૩, ધંધો મજુરી કામ, રહે.સુપાસી વાળાને આ કામના નીચે જણાવેલ નામવાળા આરોપીઓ સાથે પૈસાની લેતીદેતી બાબતે મનદુખ થવાના લીધે આ કામના આરોપીઓએ રીયાજ તથા તેના ભાઇ રીઝવાન સાથે બોલાચાલી તથા મારામારી કરી જીવલેણ ઇજા કરતા રીયાજનુ મોત નિપજાવી ફરાર
થયેલ જે બાબતે પ્ર.પાટણ પો.સ્ટે. ગુ.ર.નં.૨૭૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૧૧૮, ૩૫૨, ૫૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ જે અનુસંધાને,
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજા સાહેબ નાઓએ આ થયેલ મર્ડર આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ,
જે અનુસંધાને એલ.સી.બી.ના ઇ.ચા.પો.ઇન્સ.એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી.ના એ.અસ.આઇ. ગોવિંદભાઇ વંશ, નરવણસિંહ ગોહીલ, અજીતસિંહ પરમાર, પો.હેડ કોન્સ.નટુભા બસીયા તથા મીસીંગ પર્સન સ્કવોડના પો.હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ નાઓને સંયુકત રીતે મળેલ બાતમી તથા એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા તથા ભુપેન્દ્રસિંહ ચાવડા નાઓના ટેકનિકલ એનાલીસીસ આધારે આ મર્ડરના ગુન્હાના નાશી જનાર આરોપીઓને ગણતરીની કલાકોમાં પડકી પાડી પ્ર.પાટણ પો.સ્ટે સોપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
- પકડેલ આરોપીઓ
(૧) ફેસલ હનીફભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ
(ર) ઉબેદ હનીફભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ
(૩) ઝુલ્ફીકાર હનીફભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ
(૪) જયુલ કરીમભાઇ તાજવાણી રહે.સુપાસી તા.વેરાવળ
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ