ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું માર્કેટ યાર્ડ માં આગમન 

ફળોનો રાજા ગણાતા કેસર કેરીનું માર્કેટ યાર્ડ માં આગમન

જૂનાગઢ

આજે તાલાલા માર્કેટ યાર્ડમાં આગમન આવકો નીચી રહેતા ભાવ ઊંચા રહેવાની શકયતા.

હાલ ગીર ની કેશર કેરી નો પાક નબળો રહેતાં આવકો ગતવર્ષની તુલનાએ મોડી શરૂ થઈ છે. આજે પ્રથમ દિવસે કુલ 5760 બોક્સ કેરીની આવક થઈ હતી. જેનો ભાવ નીચામાં રૂ. 625 અને ઉંચામાં રૂ. 1350 પ્રતિ 10 કિગ્રા રહ્યો હતો.

અમરેલી અને ગોંડલ યાર્ડની તુલનાએ તાલાલા યાર્ડમાં આ વર્ષે મોડી હરાજી શરૂ થઈ છે. ગોંડલ યાર્ડમાં આજે કેરીના કુલ 12218 બોક્સ કેરીની આવક થઈ હતી. જ્યાં ભાવ રૂ. 1400થી 2600 બોલાયા હતા.

 

આ વખતે કેસર કેરીના ભાવ ઉંચા રહેશે

ગોંડલ માર્કેટ યાર્ડ આ વખતે ગતવર્ષની તુલનાએ કેસર કેરીની આવકો જોવા મળી નથી. કેસર કેરીનો પાક પાછોતરો થયો હોવાથી આવક ઘટી છે. જેથી કિંમતોમાં વધુ કોઈ ખાસ ઘટાડો જોવા મળશે નહિં. ગોંડલ કેસર કેરીનો સરેરાશ ભાવ રૂ. 800-1900 પ્રતિ 10 કિગ્રા ભાવ રહેશે. કમોસમી વરસાદ અને ખરાબ હવામાનના કારણે જોઈએ એવી ક્વોલિટીની કેસર કેરી માર્કેટમાં નહિંવત્ત પ્રમાણમાં જોવા મળી રહી છે. 60 ટકા પાકને નુકસાન થયુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેસર કેરી બોક્સની આવક અત્યારસુધી સરેરાશ દોઢ લાખથી પોણા બે લાખ આસપાસ રહી છે

 

અમદાવાદમાં કેસર કેરી બોક્સની કિંમત રૂ. 1300થી 2400

 

અમદાવાદના બજારમાં કેસર કેરી આવી ચૂકી છે. ફ્રૂટ બજારના વેપારીએ જણાવ્યા પ્રમાણે, કેસર કેરીના ભાવ રૂ. 1300થી 2400 પ્રતિ બોક્સ બોલાઈ રહ્યા છે. જેમાં ઘણી ઓર્ગેનિક કેસર કેરીનો ભાવ બોક્સ દીઠ રૂ. 3000 સુધી જોવા મળ્યો છે. હાફૂસ કેરીનો મણદીઠ ભાવ  રૂ. 1900 નોંધાયો છે.

 

છેલ્લા ચાર વર્ષમાં કેસર કેરીની આવક

વર્ષ

આવક (બોક્સ)

2020માં

6,87,931

2021માં

5,85,595

2022 માં.

5,03,321

2023માં

11,13,540

 

સંવાદદાતા -જગદીશ યાદવ