ફાયર એન્ડ સેફટી એકેડમી ભરૂચ અને સુરત તથા કામધેનું યુનિવર્સીટીના ૧૦૩ તાલીમાર્થીઓ એ સાહસિક ખડક ચઢાણની દસ દિવસીય શિબિર પૂર્ણ કરી

રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત ફાયર એન્ડ સેફટી એકેડમી ભરૂચ અને સુરત તથા કામધેનું યુનિવર્સીટીના વિધાર્થીઓ માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં ફાયર એન્ડ સેફટી એકેડમી ભરૂચના તાલીમાર્થીઓ, ફાયર એન્ડ સેફટી એકેડમી સુરતના ૩૭ તથા કામધેનું યુનિવર્સીટીના તાલીમાર્થીઓ એ ૧૦ દિવસીય શિબિરમા ભાગ લીધો હતો.


શિબિરના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન દિલીપસિંહ બારડ,SRC ચેરમેન પશુપાલન મહાવિદ્યાલય જૂનાગઢ કામઘેનુ યુનિ., કે.પી. રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ, ઈન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ ના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ એ આપી હતી. કેમ્પ ના શિબિરાર્થીઓ રીતિકા સરહાન, રીઝવાન શેખ, અંકિત સંગાડા દ્વારા કેમ્પ ના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. મુખ્ય મહેમાન દિલીપસિંહ બારડ , SRC ચેરમેનશ્રી, પશુપાલન મહાવિદ્યાલય જૂનાગઢ, કામઘેનુ યુનિ. એ કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવીને કાર્ય કરવાની વાત કરી,આવી તાલીમ પ્રાઈઝ લેસ ગીફ્ટ છે, તથા ગિરનાર ની ભૂમિનું આધ્યાત્મિક મહત્વ જણાવ્યું હતુ. આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર દીપક સોલંકી એ કરી હતી.કાર્યક્રમનું સંચાલન પલકબેન પરમાર, રાજકોટ તથા નિનામા રાધાબેન, અરવલ્લી એ કર્યુ હતુ.


આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ રાજસ્થાન, દીપક સોલંકી જુનાગઢ, વિકેશ ગામીત વાસદા, વિશાલ સોલંકી પાટણ, શૈલેશ કામળીયા ગોરખમઢી,ભાર્ગવ બારૈયા મહુવા,ખોખર પીનાલીબેન ગીર ગઢડા,અમીષા સોલંકી વંથલી અસારી સંજય સાબરકાંઠા, આશિષ કર્ણ અમદાવાદ એ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)