ફાયર સેફ્ટી, લાઇસન્સ ન ધરાવનાર ગેસ એજન્સી સામે જિલ્લા પુરવઠા તંત્રની કાર્યવાહી

જૂનાગઢઃ

જૂનાગઢ ચોકી- વડાલ રોડ પર ગુરુકૃપા હોટલ ના પાછળ ના મેદાનમાં ફાયર સેફટી, એક્સપ્લોઝિવ લાયસન્સ સહિત અન્ય જરૂરી પરવાના વગર ચાલતી ગુરુકૃપા ગેસ એજન્સીને જિલ્લા પુરવઠા તંત્રએ સીઝ કરેલ છે,

જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી ફાતિમાબેન માકડા, મામલતદાર શ્રી એલ.બી. ડાભી તથા તેમની ટીમ દ્વારા રેઈડ કરતા અંદાજે રૂ. ૧૦ લાખની કિંમતની ૯૩ જેટલી ગેસની બોટલો જોખમી રીતે ખુલ્લા મેદાનમાં મળી આવી હતી. આ ગેસ એજન્સી પાસે તપાસ કરતા ફાયર સેફટી, એક્સપ્લોઝિવ લાયસન્સ સહિત અન્ય જરૂરી પરવાના મેળવવામાં ન આવેલ હોય તેમ સામે આવ્યું હતું.

હાલ તમામ ગેસ બોટલો ના જથ્થા ને સિલ કરવામાં આવેલ છે

જેથી આ તમામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો. અને આગળની કાયદાકીય કાર્યવાહી જિલ્લા પુરવઠા તંત્રએ હાથ ધરી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)