મુસાફરોની સુવિધા અને “ફાલ્ગુન ફેરી” નિમિત્તે પાલીતાણામાં થનાર ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ પાલીતાણા-બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ
બાંદ્રા ટર્મિનસથી પાલીતાણા માટે ચાલવાવાળી બાંદ્રા-પાલીતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09093) બાંદ્રા ટર્મિનસથી 10.03.2025 (સોમવાર)ના રોજ સાંજે 17.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.30 કલાકે પાલીતાણા પહોંચશે.
એજ રીતે, વળતી વખતે પાલીતાણાથી બાંદ્રા ટર્મિનસ માટે ચાલવા વાળી પાલીતાણા-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (09094) પાલીતાણાથી 12.03.2025 (બુધવાર)ના રોજ સાંજે 17.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 07.25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બોરીવલી, વાપી, ઉધના, વડોદરા, અમદાવાદ, બોટાદ, ધોળા અને સિહોર સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર અને એસી ચેર કાર કોચ હશે.
ટ્રેન નંબર 09093 અને 09094નું બુકિંગ 19.02.2025 (બુધવાર) થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)