જૂનાગઢ, 31 માર્ચ 2025:
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભટકતા ગૌવંશોને બચાવવા અને તેમને સારું સંભાળ પૂરો પાડવા માટેની પહેલ હેઠળ, ખામધ્રોળ રોડ પર આવેલી મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને આજે 40 મણ લીલી મકાઈના ઘાસચારાનું દાન મળ્યું. આ દાન કેસરિયા ગૌશાળા, જોષીપુરાથી આપવામાં આવ્યું હતું.
“ફ્રેન્ડસ ઓફ કેટલ” કાર્યક્રમ અંતર્ગત, હવે શહેરના કોઈ પણ નાગરિકો મહાનગર સેવા સદનના વિવિધ કેન્દ્રો પર જઈને ગૌશાળાને ઘાસચારો દાન કરી શકે છે. આ દાન કરેલી રકમ સીધી ગૌશાળામાં જ પહોંચે છે, અને ગૌવંશના જથ્થાને પૂરું પાડવામાં આવશે.
શહેરીજનો માટે આ પહેલ બહુ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં તે તેમના દાનથી ગૌશાળાને મદદ કરી રહ્યા છે. “ફ્રેન્ડસ ઓફ કેટલ” કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગૌશાળાઓને વધુ મજબૂત બનાવવું અને ગૌવંશ માટે યોગ્ય સંભાળ ઉપલબ્ધ કરાવવો.
આ યોજના અંતર્ગત, મહાનગરપાલિકા દ્વારા ખામધ્રોળ ટોરેન્ટ ગેસ પાસે, ખામધ્રોળ આવળ મંદિર પાસે અને સુખનાથ ચોક પર ગૌશાળાઓ છે, જ્યાં શહેરના લોકો ઘાસચારો દાન કરી શકશે.
આ મંચ દ્વારા “ફ્રેન્ડસ ઓફ કેટલ” શહેરીજનોમાં સામૂહિક જવાબદારીની ભાવના ઉભી કરી રહી છે અને ગૌશાળાઓને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે.
અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ – જૂનાગઢ