જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી પકડી લાવવામાં આવતા રખડતા ગૌવંશને મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે. હાલમાં આ ગૌશાળામાં ૫૯૬ ગૌવંશને સુવ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યા છે.
આ ગૌશાળા માટે સમયાંતરે ગૌપ્રેમીઓ તથા સમાજના સેવાભાવી લોકો પોતાનું યોગદાન આપે છે. તે અંતર્ગત, આજે મહાનગરપાલિકા, જૂનાગઢના કર્મચારીશ્રી જેન્તીભાઇ ચૌહાણે તેમના જન્મદિનના અવસરે “ફ્રેન્ડસ ઓફ કેટલ” ના સ્લોગન સાથે ગૌસેવામાં આગવું યોગદાન આપ્યું હતું. તેમણે ગૌમાતાની સેવા માટે રૂ.૧,૧૦૦/- નું રોકડ દાન અર્પણ કર્યું.
જેન્તીભાઇના આ સેવાભાવી કાર્યને ગૌશાળાના સંચાલક મંડળ દ્વારા પ્રશંસનીય ગણાવવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે આવા કાર્યો ગૌવંશની સંભાળ માટે પ્રેરણારૂપ છે અને શહેરના અન્ય નાગરિકોને પણ ગૌસેવામાં જોડાવા પ્રોત્સાહિત કરે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ