સુરત (પુણા):
આજરોજ પુણા પોલીસ સ્ટેશન ખાતે ઝોન-1 ના તમામ પોલીસ સ્ટેશનોની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી બકરી ઈદ તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી.
બેઠકમાં ઝોન-1 ના ડીસીપી સાહેબ, એ.સી.પી. સાહેબ, તેમજ પુણા સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સમિતિના સભ્યો તથા વિવિધ સમાજો અને મસ્જિદોના પ્રતિનિધિઓએ પણ પોતાના સૂચનો રજૂ કર્યા હતા.
તહેવાર શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય એ માટે પોલીસ વિભાગે યોગ્ય આયોજન કરી સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.