ભાવનગર રેન્જના આઇ.જી.પી. ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ, નાસતા ફરતા તથા ગંભીર ગુન્હાઓમાં સામેલ બાકી આરોપીઓને ઝડપી લેવા માટે ખાસ કામગીરી ચાલી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ભાવનગર S.O.G. ટીમે અપહરણ જેવા ગંભીર ગુન્હામાં વાંછિત આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રામપરા (કોંઢ) ગામેથી ઝડપી લીધો.
બગદાણા પોલીસ સ્ટેશનના ગુનાહિત રજિસ્ટર નં. 11198007250088/2025 હેઠળ, બી.એન.એસ. કલમ 87, 137(2) મુજબના કેસમાં શૈલેષભાઈ મહાદેવભાઈ થરેસા (ઉંમર 22, ધંધો મજૂરી, રહે. રામપરા-કોંઢ, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) પકડવાના બાકી હતા. S.O.G. પોલીસને મળેલી બાતમી આધારે, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરાની આગેવાનીમાં ટીમે સ્થળ પર પહોંચીને આરોપીને ઝડપી લીધો.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતે બાકી આરોપી હોવાની કબૂલાત આપી, જેથી તેને કાયદેસર કાર્યવાહી કર્યા બાદ આગળની કાર્યવાહી માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનના હવાલે સોપવામાં આવ્યો.
કાર્યમાં જોડાયેલા પોલીસ સ્ટાફ:
PI ડી.યુ. સુનેસરા
HC રાઘવેન્દ્રસિંહ ગોહિલ
HC મહિપાલસિંહ ગોહિલ
PC કિશોરસિંહ ડોડીયા
PC સુરેન્દ્રસિંહ ગોહિલ
અહેવાલ : સતાર મેતર, સિહોર