બનાસકાંઠાના અંબાજી પો.સ્ટે. વિસ્તારમાંથી તીનપત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડતા સાત ઈસમોને પકડયા

બનાસકાંઠા

પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાંચએ અંબાજી પો.સ્ટે. વિસ્તારમાંથી તીનપત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડતા સાત(૦૭) ઈસમોને રોકડ રકમ રૂા-૧૧,૪૩૦/- તથા અન્ય જુગાર સાહીત્ય મળી કુલ કિ.રૂ.૩૬,૪૩૦/- નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો.

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોઈ જે અન્વયે,શ્રી એસ.બી.રાજગોર, ઈન્યા.પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત અધારે પાન્છા ગામની સીમમાં બસ સ્ટેશનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાંથી તીનપત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડતા (૧)રજાકખાન અજીતખાન જાતે મકરાણી (૨) આમીરખાન અજીતખાન જાતે મકરાણી (૩) ફિરદોસ હનીફભાઈ જાતે ભાટી (૪) જાવેદ બસીરભાઈ જાતે સીંધી (૫) સાહીલખાન અયુબખાન જાતે.બલોચ (૬) ઈસમનું પૈચો રૂબરૂ નામઠામ પુછતાં પોતે પોતાનું નામ સોયબ નાસીરખાન જાતે.પઠાણ (૭) વસીમ ફરીદભાઈ જાતે શેખ વાળાઓ રોકડ રકમ રૂા.૧૧,૪૩૦/- તથા ગંજીપાના નંગ-પર કિ.રૂ.00/00 તથા મોબાઈલ નંગ-૦૫ કિ.રૂા-૨૫,૦૦૦/- મળી કુલ રૂા-૩૬,૪૩૦/- ના મુદામાલ સાથે પકડી પાડી અંબાજી પો.સ્ટે. ખાતે જુગાર ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ હતી.

અહેવાલ:- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા અંબાજી)