બનાસકાંઠાના પાલનપુર RTO બ્રિજ પર નવીન ગડરો મુકવાની કામગીરી શરૂ.

બનાસકાંઠા :

પાલનપુર આરટીઓ સર્કલ ખાતે નવીન ઓવરબ્રિજ પર ગડરો મુકવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. ગડરો ધરાશાયી થવાથી બે યુકોના મોત નિપજ્યા હતા જે બાદ આ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી જે બાદ આજથી ફરી શરૂ કરાઈ છે.

પાલનપુર આરટીઓ સર્કલ થી અંબાજી તરફ જતા માર્ગ ઉપર થોડા મહિના પહેલાં ગડરો ધરાશાહી થતા બે યુકોકોના દબાઈ જતા કમકમાટી ભર્યા મોત થયા હતા આ દુઃખદ ઘટના બાદ કામ કરનાર એજન્સી સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જો કે ફરી આ અધૂરી કામગીરી પૂર્ણ કરવા માટેની માંગ ઉભી થતા રેલવે ઓવરબ્રિજ પર ગડરો મુકવાની કામગીરી આજથી ફરી શરૂ કરવામાં આવી છે આરટીઓ સર્કલ ખાતે નવીન ઓવરબીજ બનવાની જે કામગીરી થઈ રહી છે તે લાંબા સમયથી દુર્ઘટના બાદ બંધ કરી દેવામાં આવી હતી પરંતુ વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓને લઈ ફરી આ કામ ઝડપી પૂર્ણ કરવામાં આવે તે અંગે રજૂઆતો થઈ હતી જેથી ફરી આ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આશા રાખીએ કે ફરી આવી દુર્ઘટના ન સર્જાય અને આ કામગીરી ગુણવત્તા યુક્ત ને મજબૂત થાય તેવી આશા નગજનો રાખી રહ્યા છે.

અહેવાલ:- અયુબ પરમાર (બનાસકાંઠા)