બનાસકાંઠા જિલ્લાના ઘનાલી ગામે જીવલેણ ગણાતી બીમારીની સમયસર સારવાર મળતા બાળકને નવજીવન મળ્યું પરિવારમાં ખુશી..

પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ઘનાલી ગામનો ૧૫ વર્ષીય કિશોર ગત રોજ ૨૦ ઓગસ્ટના પોતાના ઘરે વહેલી સવારે જાગ્યા પછી પથારી માંથી નીચે ઉતરતાની સાથેજ નીચે પડતાં જમીન દોસ્ત થઈ જતાં તાબડતોડ પરિવારજનો આવી જતાં. કમજોર હાલતમાં મડદાની જેમ આખું શરીર કામ કરવાનું બંધ થઈ જતાં ભયભીત બનેલા પરિવારે તાત્કાલિન પ્રાઇવેટ વાહન મારફતે પાલનપુરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો. જોકે ખાનગી હોસ્પિટલ ખાતે જરૂરી રિપોર્ટ કરવામાં આવતા જીબીએસ નામની બીમારી હોવાનું સામે આવતા ખાનગી હોસ્પિટલના તબીબે વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે જવા જણાવ્યું હતું. ચિંતાતુર બનેલા પરિવારે વડગામ તાલુકાના બનાસડેરીના બોર્ડ ડાયરેક્ટર દિનેશભાઇ ભટોળને વાત કરવામાં આવતા સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે જવા જણાવ્યું હતું. ત્યારે પરિવારજનો પોતાના વ્હાલસોયા દીકરાને તાત્કાલિન પાલનપુર સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે લઈ આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના તબીબો દ્વારા અગાઉના રિપોર્ટ તપાસ કરવામાં આવતા ગંભીર પ્રકારની બીમારી હોવાનું માલૂમ પડતાં તાબડતોડ આઈ.સી.યુ ખાતે લઈ જઈ જરૂરી એન્ટીબાયોટિક દવાઓ ચાલુ કરી સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે કમરના પાણીની તપાસ તેમજ જરૂરી નવીન રિપોર્ટ કરવામાં આવ્યા બાદ કિશોરને જીબીએસ નામની બીમારીના ઝપેટમાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો, સુનિલભાઈ જોશીની દેખરેખ હેઠળ સારવાર માટે મોંઘા ઇમ્યુનોગ્લોબ્યુલિન (આઇવીઆઈજી) ઇન્જેક્શન તાત્કાલિક ધોરણે ચાલુ કરી દેવામાં આવ્યા હતા જેમાં મેડિસિન વિભાગના ડો, નીરવ ચૌધરી તેમજ તેમની ટીમ દ્વારા જી.બી.એસ બીમારી થી પીડાઈ રહેલા દર્દીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી દર્દીને હાથ-પગ હલાવવા સહીત ચાલવામાં તેમજ શ્વાસ લેવામાં પણ મુશ્કેલી હતી તેમજ રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી ડૉક્ટર સ્ટાફની સમય સૂચકતાને ધ્યાને રાખી પેરાલીસીસ જેવી બીમારી માંથી મુક્તિ અપાવી. સારવારના ત્રીજા દિવસે કિશોરની તબિયતમાં સુધારો આવતા કિશોર પોતાની જાતે ચાલી શકતું કરી દેવામાં આવ્યું હતું આમ પાંચ દિવસના જરૂરી ઇન્જેક્શનો ડોજ પૂરો કરી વાયરસનો ભોગ બનેલો કિશોર સંપૂર્ણ સ્વસ્થ થતાં રજા આપવામાં આવી હતી. ગરીબ અને મધ્યમ પરિવારને ના પરવડે એવા અંદાજિત ત્રણ લાખ રૂપિયાના મોંઘાદાટ ઇન્જેક્શનો પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. કિશોરના પિતા જીવાજી ઠાકોરે ડૉક્ટર સ્ટાફ સિવિલ હોસ્પિટલ પરિવાર તેમજ નર્સિંગ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બનાસના સાડા પાંચ લાખ પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલી પૂરા ભારતભરની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડીસીન, સર્જીકલ ,ઈ.એન.ટી સ્કીન,ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં મેડિકલ કોલેજના આદ્યસ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી પી.જે.ચૌધરીની દેખરેખ હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચકોટીની સારવાર સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આપવામાં આવી રહી છે.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)