બનાસકાંઠા જિલ્લામાં “પ્રોજેક્ટ સપનું” કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે બની રહ્યો છે આશીર્વાદરૂપ


જી.જે.પટેલ વિદ્યાલય,જલોત્રા ખાતે ધોરણ ૯ના કુલ ૫૯ ઉમેદવારોના RIASEC ટેસ્ટ લેવાયા


બનાસકાંઠા જિલ્લામાં પ્રોજેક્ટ સપનું કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે. ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે પોતાની પસંદગીનો અભ્યાસક્રમ પસંદ કરવામાં તેમજ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે તે અર્થે ઉપયોગી આ પ્રોજેક્ટ જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી પાલનપુરના સંયુક્ત ઉપક્રમે ચલાવામાં આવી રહ્યો છે. અત્યારસુધી જિલ્લાની કુલ પાંચ શાળાઓના કુલ ૩૯૭ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ થકી તાલીમ આપવામાં આવી છે. આગામી સમયમાં પણ દરેક શાળામાં વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું આયોજન કરાયું છે.

પ્રોજેક્ટ સપનું અંતર્ગત શ્રી જી.જે.પટેલ વિદ્યાલય, જલોત્રા ખાતે ધોરણ ૯ના કુલ ૫૯ ઉમેદવારોના RIASEC ટેસ્ટ લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ ૯ પછીના અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત RIASEC ટેસ્ટ કેવી રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તે માટે માહિતી આપવામાં આવી. કેરિયર કાઉન્સેલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈ દ્વારા ઉમેદવારોના ટેસ્ટ લઈ તેમને વન ટુ વન કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.

અહેવાલ :- બ્યુરો ( પાલનપુર)