બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની મુહીમ વધી રહી છે.ત્યારે જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે ૫૧૨૨ જેટલી તાલીમ યોજાઈ હતી. અને ૧,૭૬,૦૦૦ જેટલાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરાયા કરવામાં આવેલ છે. પ્રાકૃતિક કૃષિની ખેડૂતોને તાલીમ આપવા જીલ્લામાં અત્યારે ૧૯૫ ક્લસ્ટર બનાવવામા આવેલ છે. એક ક્લસ્ટરમાં ૫-૫ ગ્રામ પંચાયતને આવરી લેવામા આવેલ છે. જેમાં વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતા ફાર્મર માસ્ટર ટ્રેનરો ગામડે ગામડે જઈ પ્રાકૃતિક ખેતી વિશે સંપૂર્ણ માહિતી અને તેનાથી કઈ રીતે વધુમાં વધુ ખેડૂતોને લાભ થઈ શકે એ માટેની ગ્રામપંચાયત દીઠ દર અઠવાડીએ એક એક તાલીમ કરવાનુ આયોજન કરવામા આવેલ છે.
તાલીમ માટે વિશેષ ટીમનું વિશેષ આયોજન કરાયું
બનાસકાંઠા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની ચળવળ ચાલી રહી છે. તેનાં અંતર્ગત ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં ૫૨૩૫ જેટલી તાલીમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના ૧,૬૬,૬૮૦ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવેલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર એચ.જે જીંદાલે જણાવ્યું હતું કે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ વધુ સારી રીતે આપી શકાય તે માટે જિલ્લામાં વધુ ૧૯૫ ક્લસ્ટર બનાવવામાં આવેલ છે. એક ક્લસ્ટરમાં પાંચ ગ્રામ પંચાયતને આવરી લેવામાં આવશે. જેમાં વધુ ૧૯૫ ફાર્મર માસ્ટર ટ્રેનર અને ૧૯૫ ટેકનિકલ માસ્ટર ટ્રેનર પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે ખેડૂતના ખેતર પર જઈને તાલીમ આપવા માટેનુ આયોજન આપવામાં આવેલ છે.
ગામડે ગામડે જઈને ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લામાં અને તાલુકામાં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવા માટે ૧૯૫ ક્લસ્ટર કાર્યરત છે અને વધુ ૧૯૫ ક્લસ્ટર કાર્યરત થવાથી પ્રાકૃતિક ખેતીની મુહિમ જિલ્લામાં તેજીથી આગળ વધશે. જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા ગામડે ગામડે જઈને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત જેઓ ફાર્મર માસ્ટર ટ્રેનર છે તેઓ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિથી પોતાને થયેલા લાભો અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે જાણકારી આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.
૧૧૯૮ મહિલાઓને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ.
આ સાથે ખેતીવાડી વિભાગ સાથે જોડાયેલા ગ્રામ સેવક, આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેકનોલોજી મેનેજર, આસિસ્ટંટ ટેકનોલોજી મેનેજર, બાગાયત મદદનીશ, ખેતી મદદનીશ પણ પ્રાકૃતિક કૃષિ અંગેનું ટેકનિકલ જ્ઞાન ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છે.બનાસકાંઠા જીલ્લામાં કૃષિ સખી અને પશુ સખીની કુલ ૧૧૯૮ મહિલાઓને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામા આવેલ છે. પ્રાકૃતિક કૃષિની તાલીમમાં જરૂરી ડેમોસ્ટ્રેશન કરવાની સાથે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ એવા જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા અને સહજીવીપાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિ વિશે ખેડૂતોને વિગતવાર જાણકારી આપવામાં આવે છે. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે.
અહેવાલ ગુજરાત બ્યુરો (બનાસકાંઠા)