બનાસ મેડિકલ કોલેજ દ્વારા નેશનલ ફાર્મેકોવિજિલન્સ વિકની ઉજવણી કરાઇ.

બનાસકાંઠા

17 થી 23 સપ્ટેમ્બર 2024 દરમિયાન સમગ્ર ભારતમાં “ઇન્ડિયન ફાર્મેકોપિયા કમિશન” દ્વારા નેશનલ ફાર્મેકોવિજિલન્સ વિકની ઉજવણી કરવામાં આવે છે જે ઉજવણીના ભાગરૂપે બનાસ મેડિકલ કોલેજ મોરિયા તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ,પાલનપુર બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી, પી.જે.ચૌધરીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોશી તેમજ ફાર્મેકોલોજી ડિપાર્ટમેન્ટના વડા, ડો.ભાગ્યા સત્તિગેરીના માર્ગદર્શન હેઠળ દવાઓની આડઅસરના રિપોર્ટિંગ અંગે સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડમાં જઈને દાખલ રહેલા દર્દીઓનાં સગા તેમજ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ અને એમબીબીએસ તેમજ નર્સિંગ વિદ્યાર્થીઓમાં આ અંગે જાગૃતિ આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા ભાગે જો તાવ કે શરદી અથવા શરીરનો દુખાવો હોય તો લોકો જાતે જ દવા લઈ લેતા હોય છે, પરંતુ કેટલીક દવાની લાંબા ગાળે આડઅસર થતી હોય છે ત્યારે તે અંગે તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બનાસ મેડિકલ કોલેજના ડીન, ડો.કે.કે. શર્માએ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને દવાઓની આડઅસરના રિપોર્ટિંગનું મહત્વ સમજાવેલ અને વ્યવસ્થિત રીતે આ પ્રકારની આડઅસરોનું રિપોર્ટિંગ કરવા બાબતે ખાસ અનુરોધ કર્યો, જેને લીધે સરકાર અમુક દવાઓ પર યોગ્ય નિર્ણય કરી શકે. આ કાર્યક્રમમાં ફાર્મેકોવિજિલન્સ વિક સંદર્ભે યોજાયેલ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે રંગોલી સ્પર્ધા, નાટ્યસ્પર્ધા અને વિવિધ બેનરો દ્વારા પોસ્ટર પેન્ટિંગ, ક્વિઝ કોમ્પિટિશન દ્વારા લોકોમાં જન જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.સમગ્ર ઇવેન્ટનાં અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં, સીઈઓ ડો.મનોજ સત્તિગેરી, નોડલ ઓફિસર, ડો.પ્રેમારામ ચૌધરી, ડો.મનીષ, ડો.સાધના, ડો.શ્વેતા, ડો.રીપલ ,ડો.આશિષ ,ડો .પૂર્વી, ડો.સોનાલી, ડો.ઝલક ,ડો.જીનલ, ડો.રુચિતા ,ડો.કિન્નારી ,ડો.કુંજન , ડો.પ્રીતિ સહિત અન્ય ફેકલ્ટી ગણ, નર્સિંગ સ્ટાફ તેમજ મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતાં એમબીબીએસના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દવાઓની આડઅસરના રિપોર્ટિંગ અંગે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ સહિત શાળાના બાળકોમા ‘એડીઆર’ રીપોર્ટીંગની જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)