બળાત્કારીઓ ને મૃત્યુદંડની સજા આપવા કેશોદ ઈન્ડિયા ગઠબંધન ની માંગણી.

કેશોદ

કેશોદ નાયબ કલેકટર કચેરી ખાતે કેશોદ ઈન્ડિયા ગઠબંધન ના કોગ્રેસ પક્ષ સાથે આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ઉદેશીને લેખિતમાં આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે પશ્ચિમ બંગાળ રાજય સરકાર દ્વારા બળાત્કારના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને કડક સજા કરવા જે ખરડો પસાર કરી મહામાહીમ રાજયપાલ સમક્ષ મંજૂરી માટે રજુ કરવામાં આવેલ છે તે મુજબ સમગ્ર દેશમાં બળાત્કારીઓ ને મૃત્યુદંડની સજા લાગું કરવામાં આવે ઉપરાંત બળાત્કારના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોને રાજકીય પદ પરથી દૂર કરી પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિ તરીકે નું પદ રદબાતલ કરવામાં આવે એવી માંગણી કરી છે. કેશોદ ઈન્ડિયા ગઠબંધન દ્વારા નાયબ કલેકટર ને લેખિતમાં આવેદનપત્ર આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લાગણી માંગણી પહોંચાડી આપવા રજુઆત કરી હતી. મહિલા ઓ ને સુરક્ષિત બનાવવા કાયદામાં કડક સખત સજા મળે એ માટે પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ શરૂઆત કરી છે ત્યારે આ વિધેયક સમગ્ર દેશમાં લાગું કરવામાં આવી રહી છે ત્યારે પશ્ચિમ બંગાળ રાજ્યના મહામાહીમ રાજયપાલ દ્વારા નવો કાયદો મંજૂર કરવામાં આવે છે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)