બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ.

જૂનાગઢ

વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત ના સહ મંત્રીશ્રી ભાવેશભાઈ ઠક્કર એ આજે એક યાદીમાં જણાવ્યું છે કે પડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશ હિંસા અને અરાજકતાથી પીડિત છે. ચૂંટાયેલા વડાપ્રધાનના રાજીનામા બાદ અને દેશ છોડ્યા બાદ અરાજકતા વાદી તત્વોનું વર્ચસ્વ વધી ગયું છે અને કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે બિનઅસરકારક બની ગઈ છે. આ અરાજક પરિસ્થિતિમાં, ત્યાંના ઉગ્રવાદી જેહાદી તત્વોએ હિન્દુ સમાજ પર મોટા પાયે જુલમ શરૂ કર્યો છે.

શ્રી ભાવેશભાઈ ઠક્કર એ કહ્યું કે બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસો થી ધાર્મિક સ્થળો, વેપારી સંસ્થાઓ અને હિન્દુ લઘુમતીઓ ના ઘરોને નુકસાન થયું છે. આ ઘૃણાસ્પદ કૃત્ય બાંગ્લાદેશ ના દરેક જિલ્લામાં થઈ રહ્યું હોવાના અહેવાલ છે. કટ્ટરવાદીઓના નિશાન માંથી સ્મશાન પણ બચ્યા નથી. મંદિરોને પણ ભારે નુકસાન થયું છે. બાંગ્લાદેશમાં ભાગ્યે જ કોઈ એવો જિલ્લો બચ્યો હશે જે તેમની હિંસા અને આતંકનું નિશાન ન બન્યો હોય. સમયાંતરે થતા આવા તોફાનોનું પરિણામ છે કે બાંગ્લાદેશમાં હિંદુઓ, જે વિભાજન સમયે 32% હતા, તે હવે 8% કરતા પણ ઓછા બચ્યા છે જે બચ્યા છે તેઓ પણ સતત જેહાદી ઉત્પિડન નો શિકાર બનતા આવ્યા છે

વિશ્વ હિન્દુ પરિષદ એ કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુઓના ઘર, દુકાનો, ઓફિસો,વેપારી સંસ્થાઓ, મહિલાઓ, બાળકો અને મંદિરો, જે આસ્થાના કેન્દ્રો છે, તે સુરક્ષિત નથી. ત્યાં પીડિત લઘુમતી હિન્દુઓની હાલત ખરાબથી વધુ ખરાબ થઈ રહી છે.આ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતી ઓની સુરક્ષા અને તેમના માનવાધિકારો માટે અસરકારક પગલાં લેવાની જવાબદારી વિશ્વ સમુદાયની છે.

શ્રી ભાવેશભાઈ ઠક્કર એ કહ્યું કે ભારત ચોક્કસપણે આ પરિસ્થિતિમાં આંધળું ન રહી શકે. ભારતે પરંપરાગત રીતે વિશ્વભરના ઉત્પિદિત અને વિસ્થાપિત લોકોને મદદ કરી છે. વિશ્વ હિંદુ પરિષદે ભારત સરકારને બાંગ્લાદેશ માં લઘુમતીઓની સુરક્ષા માટે તમામ સંભવિત પગલાં ભરવા વિનંતી કરી છે.

મુશ્કેલ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને જેહાદીઓ દ્વારા સરહદ પારથી ઘૂસણખોરીનો મોટો પ્રયાસ કરવામાં આવી શકે છે. આ અંગે સાવધ રહેવું પડશે. તેથી, આપણા સુરક્ષા દળોએ સરહદ પર કડક તકેદારી રાખવી અને કોઈપણ પ્રકારના અતિક્રમણ ને મંજૂરી ન આપે તે જરૂરી છે.

વિશ્વ હિન્દુ પરિષદ એ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે બાંગ્લાદેશ માં વહેલી તકે લોકશાહી અને ધર્મનિરપેક્ષ સરકારની પુનઃસ્થાપના થવી જોઈએ. ત્યાંના લઘુમતી સમુદાયને માનવ અધિકાર મળવો જોઈએ અને બાંગ્લાદેશની સતત આર્થિક પ્રગતિમાં કોઈ અવરોધ ન હોવો જોઈએ. હિન્દુ સમાજ અને ભારત સરકાર આ મામલે બાંગ્લાદેશના સહયોગી બની રહેશે.જારી કરનાર ભાવેશ ઠક્કર (9712176550) સહ મંત્રી , સૌરાષ્ટ્ર પ્રાંત,વિશ્વ હિન્દુ પરિષદ

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)