બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારના પડ્યાં પડઘાં સુરતમાં લાગ્યા બેનર

બાંગ્લાદેશમાં હસીના શેખની સરકારના પતન બાદ અરાજકતાનો માહોલ સર્જાયો છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને મંદિરો પર હુમલાઓ થઈ રહ્યાં છે. જેથી સમગ્ર વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં સુરતના પોશ વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યાં છે.

સુરતમાં ભારતીય ગૌ રક્ષા મંચ દ્વારા બેનર લગાવવામાં આવ્યાં છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા ખાતે અત્યાચાર મામલે બેનર લાગ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર બંદ કરો તેવા બેનર લાગ્યા છે. સાથે વૈશ્વિક કક્ષાએ પણ આ બાબતની નોંધ લઈને બાંગ્લાદેશ પર દબાણ લાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.