કિશોરીઓના પોષણ અને આરોગ્ય જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઇ
જૂનાગઢ, તા. ૩૦ મે, ૨૦૨૫
માણાવદર તાલુકાના બાંટવા ગામના આંગણવાડી કેન્દ્રો પર “પૂર્ણા દિવસ” અંતર્ગત અનોખી ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમ આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢના માર્ગદર્શન હેઠળ, પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આંગણવાડી કેન્દ્ર બાંટવા-૧૦ અને બાંટવા-૧૩ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માસિક સ્વચ્છતા, પોષણ અને કિશોરી આરોગ્ય સંબંધિત વિષયોને આવરી લેતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ.
“પૂર્ણા દિવસ” શું છે?
મહિલા અને બાળ વિકાસ વિભાગની પૂર્ણા યોજના અંતર્ગત દર મહિને ચોથા મંગળવારે રાજ્યભરના આંગણવાડી કેન્દ્રો પર કિશોરીઓ માટે આરોગ્ય અને પોષણ સંબંધિત જાગૃતિ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે.
વિશિષ્ટ કાર્યક્રમો:
- રેડ ડોટ ચેલેન્જ
- બ્રેસલેટ બનાવવાની પ્રવૃત્તિ
- કિશોરીઓનું વજન અને ઊંચાઈ માપવાની પ્રક્રિયા
- પોષણયુક્ત ટેક હોમ રેશન “પૂર્ણા શક્તિ” નું વિતરણ
- હેન્ડવોશ સ્ટેપ્સ વિશે માર્ગદર્શન
- હિમોગ્લોબીન, B.M.I. વિષે માહિતી અને ઉપયોગ અંગે સમજણ
- માસિક સ્વચ્છતા અંગે શિક્ષણાત્મક ચર્ચા
આ કાર્યક્રમમાં આંગણવાડી સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં કિશોરીઓ અને અન્ય લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ