માણાવદર – તા. ૨૦ મેઃ
જુનાગઢ રેન્જના ડાયસ્પી શ્રી નિલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ભગીરથસિંહ જાડેજા તથા કેશોદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ બાંટવા પોલીસ સ્ટેશનની ટીમે “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સાબિત કરતા વિશ્વાસઘાતના કેસમાં ગુમ થયેલ ₹9,10,000 રોકડ રકમ મળવી કરાવી મુળ માલિકને પરત કરી છે.
🕵️♂️ ઘટનાની વિગતો:
ફરીયાદી વિજયભાઇ છગનભાઇ હિંગરાજીયા (રહે. ભીતાણા, તા. માનાવદર) એ પોલીસને જણાવ્યું હતું કે તેણે જમીનની વાડીના પાકના હિસાબ માટેના ₹9.10 લાખ એક જાણીતા વ્યક્તિને રોકડમાં આપ્યા હતા. ફરીયાદીએ આરોપીને પોતાના ઘરે બોલાવી હિસાબ માંગતા, આરોપીએ રસ્તામાં ‘ચક્કર આવવાની’ નકલી ઘટના બતાવી રોકડ સાથે ગાયબ થઇ ગયો હતો.
👮 બાંટવા પોલીસે ઝડપી કાર્યવાહી કરી:
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પો.સબ.ઈન્સ્પેક્ટર અને તેમની ટીમે તત્કાળ કાર્યવાહી શરૂ કરી. CCTV ફૂટેજ ચેક, આસપાસના વિસ્તારમાં ત્વરિત તપાસ અને પૂછપરછ બાદ આરોપી બાલાગામના પોતાના મકાનમાં પૈસા છુપાવ્યા છે તેવી માહિતી મળી.
🔍 ₹9.10 લાખનું મુદામાલ કબ્જે:
બાંટવા પોલીસએ આરોપીના બાલાગામ સ્થિત મકાનમાંથી ₹9.10 લાખ રોકડ મુદામાલ કબ્જે કરી કોર્ટના હુકમ બાદ ફરીયાદીને પરત કર્યા છે.
🙏 ફરીયાદીનો આભાર પ્રગટ:
વિજયભાઈ હિંગરાજીયાએ બાંટવા પોલીસ સ્ટેશન તથા જુનાગઢ જિલ્લા પોલીસ તંત્રનો હ્રદયથી આભાર વ્યક્ત કરતા કહ્યું કે, “આજ પણ પોલીસથી જનસામાન્યને વિશ્વાસ હોવો જોઈએ તે બાબત બાંટવા પોલીસએ સાબિત કરી.”
📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ