બાગાયત ખાતા ફળ હસ્તકની નર્સરી, માંગરોળ ખાતે નીળિયેરીના રોપાનુ વહેલા તે પહેલાના ધોરણે વેચાણ કરવામાં આવશે.

જૂનાગઢ

ગુજરાત સરકારના બાગાયત ખાતા હસ્તકની ફળ નર્સરી, રાણીબાગ, માંગરોળ ખાતે દેશી તથા હાઇબ્રિડ ટી*ડી તેમજ ડી*ટી જાતના નાળિયેરના રોપાનું વેચાણ ચાલુ છે. જે ખેડુત મિત્રોને નીળિયેરના રોપાની જરૂરીયાત હોઇ તેઓએ બાગાયત અધિકારીની કચેરી, ફળ રોપા ઉછેર કેન્દ્ર, રાણીબાગ, પોરબંદર રોડ, માંગરોળ ખાતે રૂબરૂ મુલાકાત લઇ ખરીદી કરવાનું બાગાયત અધિકારીશ્રીની કચેરી, માંગરોળની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

દેશી નાળિયેર રોપ રૂ.૭૦/રોપ, હાઇબ્રિડ ટી*ડી નાળિયેર રોપ રૂ.૧૫૦/રોપ, તથા હાઇબ્રિડ ડી*ટી નાળિયેર રોપ રૂ.૨૫૦/રોપ ના ભાવે વહેલા તે પહેલાના ધોરણે રોપાનું વેચાણ કરવામાં આવશે.

અહેવાલ: -નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)