બારડોલીમાં રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ – વિજેતા ટીમને 5 લાખ રૂપિયાનું ઇનામ મળશે!

બારડોલી: બારડોલી ના સરદાર પટેલ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં 16 માર્ચથી 25 માર્ચ સુધી ડ્રીમ્સ બિગ સ્પોર્ટ્સ (DB Sports) દ્વારા પ્રથમવાર આંતરરાજ્ય બિરસા મુંડા ટ્રોફી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટનું આયોજન બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા, DB સ્પોર્ટ્સના ડિરેક્ટર સમીર સિદ્દીકી અને મિહિર વસાવા દ્વારા કરવામાં આવ્યું છે.

ટૂર્નામેન્ટમાં ગુજરાત, લખનઉ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડ સહિત છ રાજ્યોની ટીમોએ ભાગ લીધો છે. ટૂર્નામેન્ટના વિજેતા માટે 5 લાખ રૂપિયા અને ઉપવિજેતા માટે 2.50 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. મેન ઑફ ધ સિરીઝને 51 હજાર અને દરેક મેચના મેન ઑફ ધ મેચને 5 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

ટૂર્નામેન્ટમાં દરેક રાજ્યમાંથી 200 થી વધુ ગ્રામ્ય યુવાનોને પસંદ કરવામાં આવ્યા છે. ટૂર્નામેન્ટના સેમી ફાઇનલમાં માનનીય ડૉ. આશા લાકરા (મેમ્બર, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, નવી દિલ્હી) ઉપસ્થિત રહ્યા હતા. આજે રાઇડર્સ ઇલેવન અને રોયલ્સ ઇલેવન વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. ટૂર્નામેન્ટનું સીધું પ્રસારણ ફેનકોડ, DB સ્પોર્ટ્સ અને યુટ્યૂબ પર કરવામાં આવી રહ્યું છે.

➡️ આ ફાઇનલ મેચ માટે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અહેવાલ : સંતોષ જયસવાલ (સુરત ગ્રામ્ય)