વડોદરાના હરણી વિસ્તારમાં માણેકપાર્ક સર્કલ પાસે રજવાડી ચાની દુકાનમાં એએચટીયુની ટીમે રેડ કરીને બાળ મજુરી કરતા એક સગીર બાળકને મુક્ત કરાવ્યો હતો. જ્યારે બાળકનું આર્થિક તથા શારિરીક શોષણ કરીને મજુરી કરાવતા વેપારીની પોલીસે અટકાયત કરી હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.
વડોદરાના હરણી વિસ્તારમાં માણેકપાર્ક સર્કલ પાસે રજવાડી ચાની દુકાનમાં એએચટીયુની ટીમે રેડ કરીને બાળ મજુરી કરતા એક સગીર બાળકને મુક્ત કરાવ્યો હતો. જ્યારે બાળકનું આર્થિક તથા શારિરીક શોષણ કરીને મજુરી કરાવતા વેપારીની પોલીસે અટકાયત કરી હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ચાની દુકાન તથા હોટલ રેસ્ટોરન્ટના વેપારીઓ નાની વયના બાળકોને નોકરી પર રાખીને તેમનું આર્થિક શારીરિક શોષણ કરતા હોય છે. જેથી એન્ટી હ્યુમન ટ્રાફિક સ્કોડ દ્વારા આવા બાળકોનુ શોષણ કરતા વેપારીઓની ધરપકડ કરતી હોય છે. ત્યારે 8 ફેબ્રુઆરીના રોજ એએચટીયુની ટીમ હરણી રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે માણેકપાર્ક સર્કલ પાસે આવેલા રજવાડી ચાયનો માલિક નાના બાળકોને નોકરી પર રાખીને તેમની પાસે બાળમજૂરી કરાવે છે.
જેથી એએચટીયુની ટીમ દ્વારા રજવાડી ચાની દુકાનમાં રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી એક 16 વર્ષનો બાળક કામ કરતા જણાઇ આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા બાળકને દુકાનના માલિકના ચુગાલમાંથી મુક્ત કરાવીને તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે દુકાનના માલિક દેવીલાલ લવજી પાટીદાર (મૂળ રહે. વનોરી, પો. હાડમલા, તા.સાગવાડા જિ. ડુંગરપુર, રાજસ્થાન)ને ઝડપી પાડીને તેના વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.
અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)