“બિલાસપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગ બ્લોક: પોરબંદર–શાલીમાર સુપરફાસ્ટ 27-30 ઑગસ્ટે રદ”.

જૂનાગઢ તા. 13 — દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના બિલાસપુર મંડળના રાયગઢ–ઝારસુગુડા સેક્શનમાં ચોથી લાઇનને કનેક્ટિવિટી આપવા માટે એન્જિનિયરિંગ સંબંધિત મહત્વપૂર્ણ કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામને પૂર્ણ કરવા માટે મંડળ દ્વારા નિર્ધારિત બ્લોક લેવામાં આવતા ભાવનગર ડિવિઝન હેઠળ આવતી પોરબંદર–શાલીમાર દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનો રદ કરવામાં આવી છે.

ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ—

  • ટ્રેન નંબર 12905 પોરબંદર–શાલીમાર દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ 27.08.2025 અને 28.08.2025ના રોજ રદ રહેશે.

  • ટ્રેન નંબર 12906 શાલીમાર–પોરબંદર દ્વિસાપ્તાહિક સુપરફાસ્ટ 29.08.2025 અને 30.08.2025ના રોજ રદ રહેશે.

રેલવે દ્વારા જણાવાયું છે કે મુસાફરો તેમના પ્રવાસના આયોજનમાં ફેરફાર કરે અને રદ થયેલી ટ્રેનો અંગે સમયસર જાણકારી મેળવવા માટે રેલવેની અધિકૃત વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લે.

રેલવે અધિકારીઓએ વધુમાં કહ્યું કે ચોથી લાઇન કનેક્ટિવિટી પ્રોજેક્ટ પૂર્ણ થતા આ રૂટ પર ટ્રાફિક ક્ષમતા વધશે અને મુસાફરોને વધુ સુવિધા મળશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ