બીલીમોરા નગરપાલિકા સમાન્ય ચુંટણી તેમજ વાંસદા તાલુકા પંચાયત ૯ – કંડોલપાડા પેટા ચૂંટણી-૨૦૨૫

બીલીમોરા નગરપાલિકા સમાન્ય ચુંટણી તેમજ વાંસદા તાલુકા પંચાયત ૯ – કંડોલપાડા પેટા ચૂંટણી-૨૦૨૫

ચૂંટણી સંબંધી વાંધાજનક મેસેજીસ તથા એસ.એમ.એસ. કરવા પર પ્રતિબંધ :*(નવસારી, તા.૨૭/૦૧/૨૦૨૫) આગામી બીલીમોરા નગરપાલિકા સમાન્ય ચુંટણી તેમજ વાંસદા તાલુકા પંચાયત ૯ – કંડોલપાડા પેટા ચૂંટણી-૨૦૨૫ તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૧૮ /૦૨/૨૦૨૫ ના રોજ થનાર છે. નવસારી જિલ્લામાં ન્યાયી અને મુકત રીતે ચુંટણી યોજાઇ અને જાહેર સલામતિ અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે જરૂરી છે.

જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી શ્રી વાય બી ઝાલાએ મળેલી સત્તાની રૂએ નવસારી જિલ્લામાં સમાન્ય અને પેટા ચુંટણી વિસ્તારમાં તાત્કાલિક અસરથી આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ સુધી વ્યકિત, સંસ્થા, મંડળી કે રાજકીય પક્ષ, બીન રાજકીય પક્ષ તથા અર્ધ રાજકીય પક્ષ અને આગામી ચૂંટણીના ઉમેદવારો દ્વારા ચૂંટણી સંબંધી આચાર સંહિતાનો ભંગ કરતાં અથવા કાયદો અને વ્યવસ્થાને જોખમમાં મુકે તેવા પ્રકારના વાંધાજનક મેસેજીસ તથા એસ.એમ.એસ. કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત વિરૃધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


અહેવાલ :- બ્યુરો રિપોટ (નવસારી)