મુખ્યવક્તા સંત”પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી” “नाम करेगा रोशन,मेरा राज दूल्हारा”
આજના સમયમાં વાલીઓને પોતાના બાળકના ઉજવળ ભવિષ્ય માટે સતત ચિંતા રહેતી હોય છે. તે ચિંતાને પૂર્ણવિરામ આપવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યા મંદિર, જૂનાગઢ દ્વારા “ભવ્ય વાલી સંમેલન”
તા.૨૦/૦૪/૨૦૨૫ને રવિવારે સાંજે ૫:૦૦ થી ૭:૩૦,ગુણાતીત સભામંડપ, BAPS સ્વામિનારાયણ અક્ષર મંદિર, જૂનાગઢ ખાતે
આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય વિદ્વાન વક્તા સંત”પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી”
“नाम करेगा रोशन, मेरा राज दूल्हारा…”
વિષયક પ્રેરક માર્ગદર્શન આપશે. તો આ સંમેલનમાં પધારવા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, જૂનાગઢ દ્વારા આપ સર્વને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
જૂનાગઢ શહેર નજીકના ગામડાંમાં રહેતા વાલીશ્રીઓને આ સંમેલનનો અવશ્ય લાભ લેવા સંસ્થા તરફથી જણાવવામાં આવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ