બેટની રોશની બની વંશીકા: ધોરણ ૧૨ સાયન્સમાં ૮૧% મેળવી માતાપિતાનું ગૌરવ વધાર્યું

દ્વારકા, તા. ૫:

શિવમ ગર્લ્સ હાઈસ્કૂલ બેટની hoનહાર વિદ્યાર્થીની ઘોઘલિયા વંશીકા, ધોરણ ૧૨ (સાયન્સ)ના પરિણામમાં 81% PR મેળવીને શાળા તથા પરિવારનું નામ ગૌરવભેર ઊંચું કર્યું છે.

વંશીકા, મીરાધા સ્કૂલ બેટના આચાર્યા શ્રીમતી ગીતાબેનની સુપુત્રી છે. ગીતાબેન ખુદ એક હાઇલી એજ્યુકેટેડ અને સંઘર્ષશીલ શિક્ષિકા તરીકે જાણીતી છે અને તેમણે પોતાની દીકરીને ઉત્તમ શિક્ષણ આપી સમાજમાં ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

આ સફળતાની ક્ષણે ગીતાબેને શિવમ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો તથા ટ્રસ્ટીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો જેમણે વંશીકાને શિક્ષણમાં સતત માર્ગદર્શન આપ્યું અને સપોર્ટ કર્યું.

વંશીકા જેવી વિદ્યાર્થિનીઓ આવનારા સમયમાં મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બનશે એવો વિશ્વાસ શિક્ષણપ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે.

અહેવાલ – પૂજા દવે, દ્વારકા