જૂનાગઢ, તા. ૨૦:
જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત અનાથ દીકરીઓના શિક્ષણને ટેકો આપવા માટે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ નું આયોજન માળિયા હાટીના તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું.
🔹 અધ્યક્ષસ્થાને: તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલનભાઈ પાવરા
🔹 લાભાર્થીઓ: ૨૫થી વધુ અનાથ દીકરીઓ
🔹 કીટમાં સમાવેશ: નોટબુક, પેન્સિલ, સ્કૂલ બેગ, વોટર બોટલ, જ્યોમેટ્રી બોક્સ વગેરે
📢 વિશેષ માહિતી આપનાર અધિકારીઓ:
- કૃપાબેન ખૂંટ (DHEW): “બેટી બચાવો” યોજના, મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાકીય જાગૃતિ
- અંકિતાબેન ભાખર (સખીવન સ્ટોપ સેન્ટર): મહિલા સહાય કેન્દ્ર અંગે માહિતી
- મીનાક્ષીબેન ડેર (DHEW): ચિલ્ડ્રન હોમ અને બાળ કાયદાઓ અંગે માહિતગાર કર્યા
📌 કાર્યક્રમ અંતે શૈક્ષણિક કીટ અને “બેટી બચાવો બેટી પઢાવો” લોગાવાળી કી-ચેઇનનું વિતરણ પણ કરાયું હતું.
➡️ મુદ્દો: કાર્યક્રમનો હેતુ અનાથ દીકરીઓના શિક્ષણ માટે જરૂરી સહાય પુરી પાડી તેમને નવી આશા અને પ્રેરણા પૂરી પાડવાનો રહ્યો.
🗒️ અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ