બે ચોરાઉ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર S.O.G

ભાવનગર રેન્જના આઇ.જી.પી. ગૌતમ પરમાર સાહેબે રેન્જના જીલ્લાના પોલીસ અધિક્ષકઓને રેન્જના તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ને ખાસ કામગીરી કરવા જણાવેલ.

જે અન્વયે એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.પોલીસ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન કુંભારવાડા, અબુબકર મસ્જીદ પાસે રોડ ઉપર એક ઇસમ શંકાસ્પદ રીતે જોવામાં આવતા તેને રોકી તેનું નામ ઠામ પુછતા તેને પોતાનું નામ મહમદ રીઝવાન નજીરભાઇ ફકીર ઉ.વ. ૨૨ રહે. કુંભારવાડા, કાશ્મીરી કવાર્ટર રીઇદ મીલવાળો ખાંચો, અબુબકર મસ્જીદવાળા ખાંચામાં ભાવનગર વાળો હોવાનું જણાવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન બાબતે કોઇ સંતોષકારક જવાબ નહી આપતા સદરહું મોબાઇલ ફોન (૧) એક બ્લેક કલરનો સેમસંગ કંપનીનો મોડલ નં.SM-A536E/DS જેના IMEI NO. 350331803855639. 352406223855639 જેની કિં.રૂ.૫,૦૦૦/- (૨) એક સીલેટીયા કલરનો રેડમી કંપનીનો મોબાઇલ જેના મોડેલ नं. MIUI GLOBAL-M2004J19PI ४ना IMEI NO. 866412052095080, 866412052095098 ४नी કિ.રૂ.૫,૦૦૦/- ગણી સદરહું મોબાઇલ ફોનના કાગળો તેની પાસે ન હોય જે શંકપડતી મિલ્કત કુલ કિ.રૂા.૧૦,૦૦૦/- ગણી કબ્જે કરી બોરતળાવ પો.સ્ટે. સોપી આપેલ છે.

પકડાયેલ આરોપી- મહમદ રીઝવાન નજીરભાઇ ફકીર ઉ.વ. ૨૨ રહે. કુંભારવાડા, કાશ્મીરી કવાર્ટર રીઇદ મીલવાળો ખાંચો, અબુબકર મસ્જીદવાળા ખાંચામાં ભાવનગર

કબ્જે લીધેલ મુદ્દામાલ:-

(૧) એક બ્લેક કલરનો સેમસંગ કંપનીનો મોડલ નં.SM-A536E/DS જેના IMEI NO. 350331803855639, 352406223855639 ४नी डिं.३.५,०००/-

(૨) એક સીલેટીયા કલરનો રેડમી કંપનીનો મોબાઇલ જેના મોડેલ નં. MIUI GLOBAL-M2004J19PI ४ना IMEI ΝΟ. 866412052095080, 866412052095098 જેની કિ.રૂ.૫.૦૦૦/- કુલ કિં.રૂ.૧૦,૦૦૦/-
[ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ- એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર ડી.યુ.સુનેસરા ના માર્ગદર્શન હેઠળ ASI જયરાજસિંહ જાડેજા તથા HC જયવીરસિંહ ચુડાસમા, HC રાધવેન્દ્રસિંહ ગોહિલ, HC રાજેન્દ્રસિંહ ગોહિલ, જોડાયા હતા.

અહેવાલ : સતાર મેતર ભાવનગર