બોટાદની મોડેલ સ્કૂલ ખાતે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં પ્રત્યક્ષ અનુભવ દ્વારા શિક્ષણનો અનોખો અભિગમ અપનાવાયો.

બોટાદ

મોડેલ સ્કૂલ, બોટાદ ખાતે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં અભ્યાસક્રમમાં આવતી ગઝલ “દીકરી”ના સર્જક એવા સાહિત્ય અકાદમી દિલ્લીના યુવા સાહિત્યકારનો એવોર્ડ પ્રાપ્ત કરનાર કવિ, ગઝલકાર, વિવેચક તેમજ ગુજરાતી સાહિત્યમાં વિવિધ ક્ષેત્રોમાં યુવા કવિ તરીકેની ઓળખ ધરાવનાર ડૉ. અશોક ચાવડા “બેદીલ” સાથે વર્ચુઅલ સંવાદ યોજવામાં આવ્યો હતો.

શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શ્રી ચાવડાએ તેમના દ્વારા રચાયેલી ગઝલનું કાવ્ય પઠન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી હતી. તેમાં સ્ત્રી સશક્તિકરણના વિષય પર વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને વિચારગોષ્ઠિ કરીને રાજીપો વ્યક્ત કર્યો હતો.

અહેવાલ::- લાલજી ચાવડા (બોટાદ)