બોટાદ જિલ્લામાં ગેર કાયદેસર દબાણ હટાવવાની કામગીરી શરૂ..

બોટાદ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મેઘવડીયા ગામે 40 હેક્ટર જેટલી ગૌચરની જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગઢડા ટીડીઓ, પીએસઆઈ, તેમજ કર્મચારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઢડા તાલુકાનાં મેઘવડીયા ગામે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરી શરૂ.

ટીડીઓ, પીએસઆઈ સહિત કર્મચારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી શરૂ. મેઘવડીયા ગામે 40 હેક્ટર જેટલી ગૌચરની જમીન પર ગામના કેટલાક લોકો દ્વારા કરાયું છે દબાણ.

ગત 1 જુલાઈએ ગામના માલધારીઓ દ્વારા પોતાના પશુઓ સાથે ગઢડા તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરીને રજુઆત કરી હતી .ગઢડા તાલુકા પંચાયતના ટીડીઓ એ દબાણ હટાવવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો જે મામલે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરી શરૂ.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)