બોટાદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને “તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003” અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ.

બોટાદ

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે “તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003” અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. જે અન્વયે જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ના કાયદાનું ચુસ્તપણે પાલન થાય તે બાબતે અસરકારક કામગીરી કરવા અને ગ્રામ્યકક્ષાએ પણ તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચિત કર્યા હતાં.

વધુમાં “તમાકુ મુક્ત શાળા” કાર્યક્રમનું અમલીકરણ કરી જિલ્લાની શાળાઓમાં ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરતી દુકાનોમાં તમાકુનું વેચાણ બંધ કરાવી તેની સામે કાર્યવાહી કરવા અંગે પણ તાકીદ કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં આવેલી કોલેજોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ અંતર્ગત જાગૃતિ આવે તેમજ બાળકો વ્યસનથી દૂર રહે તે માટે પ્રચાર-પ્રસારની કામગીરી કરવા જણાવ્યું હતું. જન જાગૃતિ અર્થે સોશિયલ મીડિયામાં તમાકુથી થતા નુકસાન અંગેની જાણકારી પ્રસારિત કરવા સૂચના આપવામાં આવી હતી.

આ સાથે માતૃ-બાળ મરણ સમીક્ષા કમિટી મિટિંગ, ગવર્નિંગ બોડી/જીલ્લા આરોગ્ય સંકલન સમિતિ, સંચારી રોગ અટકાયતી સર્વેલન્સ અને સંકલન સમિતિ, ડિસ્ટ્રીક્ટ લેવલ ક્વોલીટી એશ્યોરન્સ કમિટી મિટીંગ, ડિસ્ટ્રીકટ ટાસ્કફોર્સ ફોર ઈમ્યુનાઈઝેશન કમિટી મિટીંગ, ટી.બી. ફોરમ & NVHCP કમિટી, PM-JAY DGRC કમિટી મિટીંગ, ડિસ્ટ્રીકટ કમિટી ફોર એડોલેસન્ટ હેલ્થ, PC & PNDT કમિટી મિટીંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)