બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની સમીક્ષાત્મક બેઠક યોજાઈ.

બોટાદ

બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટિની સમીક્ષાત્મક બોઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર શહેરમાં રસ્તાઓને ધ્યાને રાખીને જરૂરી સુધારાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમ કે વધારે સ્કુલ-કોલેજ વાળા રસ્તા તેમજ સતત માણસોની અવર-જવરનો ઘસારો રહેતો હોય તેવા રસ્તાઓ પર સ્પીડ બ્રેકર લગાવવા, તેમજ સિગ્નલ અંગેની તપાસ કરવી, સ્પીડ લીમિટ બાબતે સૂચિત કરતા બોર્ડ લગાવવા ઉપરાંત યોગ્ય સાઈનેજીસ લગાવવા તથા ઓવર સ્પીડીંગ કરતા વાહન ચાલકો સામે કડક પગલા લેવા અંગે સૂચિત કરવામાં આવ્યાં હતાં. વધુમાં બ્લેક ફિલ્મ લગાવેલ હોય તેવા તમામ વાહનો પર, સીટ બેલ્ટ ન બાંધ્યા હોય તેવા વાહન ચાલકો પર તેમજ ચાલુ ડ્રાઈવિંગ દરમિયાન ફોનમાં વાત કરતા હોય તેવા વાહન ચાલકો સામે સજાકીય કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઉપસ્થિત સૌને સમિતિની કામગીરી વિશે માહિતી આપી હતી.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી પી.એલ. ઝણકાત, બોટાદ પ્રાંત અધિકારીશ્રી તેમજ ડીવાયએસપીશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ :- લાલજી ચાવડા (બોટાદ)